દ્વારકાના જગત મંદિરમાં આગામી તા. 3 મેએ અક્ષય તૃતિયા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. દ્વારકાધિશ મંદિરમાં આ દિવસે શ્રીજીના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ મંગલા દર્શન નિત્યક્રમ મુજબ સવારે 8 થી 8:30, શૃંગાર દર્શન 8:30થી 9:30 દરમિયાન થશે. 9:30 થી 11:30 સુધી દર્શન બંધ રહેશે. બપોરે 11:30 કલાકે ઉત્સવ આરતી યોજાશે. જ્યારે બપોરે 11:30 થી 1:30 વાગ્યા સુધી ઉત્સવ દર્શન કરી શકાશે. સાંજનો ક્રમ નિયમિત રહેશે. તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા જણાવવામાં આવ્યું છે.