જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં રહેવાસીને ગેસના બાટલામાં ઓછો ગેસ આવ્યો હોય આ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી આ કૌભાંડની તપાસ કરવા અને ગેસ કંપની વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.
નવાગામ ઘેડમાં રહેતા ડાભી કાનજીભાઈ એ તા.27 એપ્રિલના રોજ ગેસનો બાટલો એજન્સીમાં રૂબરૂ લેવા ગયા હતાં જે ઈન્ડીયન ઓઈલ કંપનીનો બાટલો છે આ બાટલાનો વજન 14.2 બિલમાં દર્શાવ્યો હતો. પરંતુ વજન કરતા 2200 ગ્રામ ઓછો હતો. અગાઉ પણ ઓછો ગેસ આવ્યો આ અંગે ગેસ એજન્સીને રજૂઆત કરી હતી. પરંતુ, ગેસ એજન્સી કે કંપની દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ અંગે ફરી ગેસ એજન્સીમાં જ વજન કરાવતા ગેસ ઓછો આવેલ હોય આ અંગે તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. આ તકે વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, આનંદ ગોહિલ, સુભાષભાઈ ગુજરાતી સહિતના અગ્રણીઓ સાથે અરજદાર દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.