પ્રાથમિક શિક્ષકોના શેરા વિષયક પ્રશ્ર્નો ઉકેલવામાં શાસનાધિકારીના નકારાત્મક અભિગમના વિરૂધ્ધમાં ગુજરાત રાજય નગરપ્રાથમિક શિક્ષણ સંઘ સલગ્ન મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સંઘ જામનગર દ્વારા આવતીકાલે બપોરે 4.30 વાગ્યે મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિએ આવેદન પત્ર પાઠવવામાં આવશે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલગુનીબેન પટેલ છેલ્લાં ત્રણ મહિનાથી પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્ર્નો અંગે રૂબરૂ તેમજ લેખીત રજૂઆતો કરવા છતાં નકારાત્મક અભિગમ દાખવતાં મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આવતીકાલે સર્કીટ હાઉસથી રેલી યોજી કમિશ્ર્નર, મેયર તથા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને આવેદનપત્ર પાઠવશે.