Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભાગ્યલક્ષ્મી એજ્યૂ. એન્ડ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી ભાગવત સપ્તાહની તૈયારીઓ

ભાગ્યલક્ષ્મી એજ્યૂ. એન્ડ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી ભાગવત સપ્તાહની તૈયારીઓ

- Advertisement -

છોટીકાશીથી પ્રચલિત એવા જામનગરના આંગણે આગામી રવિવારને તા. 1લી મેથી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા)ના પરિવાર તેમના માતા મનહરબા મેરૂભા જાડેજાના આશીર્વાદથી સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા (પૂજ્ય ભાઇજી)ના વ્યસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

- Advertisement -

જામનગરની મધ્યે આવેલા વિશાળ પ્રદર્શન મેદાનમાં વિશાળ કથા મંડપ ઉભો કરાયો છે, જ્યાં વ્યાસપીઠની રચના કરી લેવાઇ છે. ત્યાંથી પૂજ્ય ભાઇજી કથાનું રસપાન કરાવશે. જેની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. ઉપરાંત કથામંડપમાં એકી સાથે 50 હજારથી પણ વધુ શ્રોતાગણ બેસી શકે અને કથાનું શ્રવણ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા ઊભી કરી લેવાઈ છે.

- Advertisement -

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કથા મંડપમાં શ્રોતાઓને ગરમીનો જરા પણ અહેસાસ ન થાય, તે માટે પંખા-કુલર સહિતની પણ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી લેવામાં આવી છે. અમરેલીના પટેલ મંડપ સર્વિસની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.

જામનગરના આંગણે 12 વર્ષ પછી યોજાઇ રહેલી ભાગવત સપ્તાહને લઈને જામનગરના અનેક યુવાનોમાં પણ ભારે ઉત્સાહભર્યુ વાતાવરણ છે અને સ્વયંસેવકોની મોટી ટીમ સ્વયંભૂ આ ભગવદીય કાર્યમાં જોડાઇ રહયા છે.

- Advertisement -
  • સુચારુ આયોજન અંગે આજે બેઠક

જામનગરના આંગણે પ્રારંભ થઇ રહેલી પૂ.રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં આવનારા શ્રોતાગણને કથાનું રસપાન કરવા માટેની વ્યવસ્થા જળવાઈ રહે, ઉપરાંત તમામ માટેની પ્રસાદ વ્યવસ્થા, તથા રાત્રિ કાર્યક્રમ સહિતના જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોના આયોજન માટે તમામ સેવાભાવી કાર્યકરોની એક અંતિમ મહત્વની બેઠક આજે સાંજે યોજાવા જઇ રહી છે. સમગ્ર ભાગવત સપ્તાહના સુચારૂ સંચાલન અને આયોજન માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સાંજે 6 વાગ્યે ડી.સી.સી. ગ્રાઉન્ડમાં આ બેઠક યોજાશે. જેમાં 2000થી વધુ સ્વયંસેવકોની ટીમ ઉપસ્થિત રહેશે, અને સમગ્ર ભાગવત સપ્તાહના તમામ કાર્યક્રમોનું સુચારુ સંચાલન થાય તે માટેની અલગ અલગ ટીમોને જુદા જુદા કામની ફાળવણી કરી દેવામાં આવશે.

  • અન્નપૂર્ણા ભોજનશાળામાં પ્રતિદિન 40,000 લોકો માટે પ્રસાદની વ્યવસ્થા

ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી ભાગવત સપ્તાહમાં આવનારા શ્રોતાગણ માટે પ્રતિદિન મહા પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેના માટે ડી.સી.સી. હાઇસ્કૂલના મેદાનમાં મોટો સમીયાણો ઊભો કરીને અન્નપૂર્ણા ભોજનશાળા બનાવી લેવામાં આવી છે. સૌપ્રથમ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા અન્નપૂર્ણાની પૂજનવિધિ કરી લેવાયા પછી ત્યાં અન્નપૂર્ણા માતાનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યાં અન્નપૂર્ણા માતાની પ્રતિદિન પૂજા થાય છે, જ્યારે પ્રતિદિન 40થી 50 હજાર લોકો એકીસાથે મહા પ્રસાદ લઇ શકે તે માટેની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અને એક હજારથી વધુ સ્વયંસેવકો તેના માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જેના માટે ચંપકલાલ સહિતની ટીમ પ્રસાદની વ્યવસ્થા નિહાળી રહી છે, અને કથા પ્રારંભના પ્રથમ દિવસથી જ શ્રોતાગણો પ્રસાદ લઇ શકે, તે માટેની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જ્યાં પણ પંખા-કુલર સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવી લેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular