મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ એ જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ માં જામનગર થી 29.04.2022 થી 28.05.2022 સુધી (30.04.2022 સિવાય) અને તિરુનલવેલી થી 02.05.2022 થી 31.05.2022 સુધી (03.05.2022 સિવાય) એક વધારાનો સેક્ધડ સ્લીપર કોચ જોડવામાં આવશે.
આ ઉપરાંત ટ્રેન નંબર 19218/19217 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વેરાવળ થી 03.05.2022 થી 02.06.2022 સુધી અને બાંદ્રા થી 02.05.2022 થી 01.06.2022 સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જોડવામાં આવશે.