ગુજરાત યોગ બોર્ડ અંતર્ગત આતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારી તથા યોગ પ્રચાર પ્રસારના ભાગ રૂપે યોગ બાઇક રેલી તથા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સર્કિટ હાઉસ લાલબંગલા સર્કલ ખાતેથી બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે જી.જી.હોસ્પિટલ, ડીકેવી સર્કલ, જોગસપાર્ક સહિતના રાજમાર્ગો પર ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઇ હતી. ત્યારબાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઇ હતી. ગુજરાત રાજય યોગ બોર્ડના ડ્રિસ્ટ્રીકટ કોર્ડિનેટર પ્રિતિબેન શુકલ, જામનગર જિલ્લા કોચ વિશાખા શુકલ, ક્રિષ્નાબેન ઠકકર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.