Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નંબર-1માં વિજ સમસ્યાનું પીજીવીસીએલ દ્વારા નિરાકરણ

વોર્ડ નંબર-1માં વિજ સમસ્યાનું પીજીવીસીએલ દ્વારા નિરાકરણ

- Advertisement -

જામનગરના વોર્ડ નં.1 માં કેટલાંક વિસ્તારોમાં અવાર-નવાર વીજવાયરો તૂટી જવાના કારણે સમસ્યા સર્જાતી હોય આ અંગે વોર્ડ નં.1 ના કોર્પોરેટર નુરમામદ પલેજા દ્વારા પીજીવીસીએલમાં રજૂઆત કરાતા પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી લોકોની સમસ્યા દૂર કરવા નવા વીજપોલ ઉભા કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -

વોર્ડ નં 1 ના ફારુકે આઝમ ચોક, સિદીકે આઝમ ચોક તથા ઇમામે આઝમ ચોક માં વિજ ફોલ્ટ થી અવાનવાર વિજ વાયરો તૂટી જવાના કારણે નુકસાનીનો ભય રહેતો હોય તેમજ વીજવાયર રીપેર કરવાની લાંબી પ્રક્રિયા ના કારણે લાંબો સમય સુધી લોકો ને હાડમારી ભોગવવી પડતી હતી તેમજ બેડી વિસ્તાર માં રઝાનગર થી ઓળખાતા નવા વિકસીત વિસ્તારમાં વિજ પુરવઠો લોકો ને મળે તે માટે કોઈ સગવડ ન હોવાથી લોકો વિજ કનેક્શન લઈ શકે તેમ ન હોવાથી ઘણા લાંબા સમય થી આ વિસ્તાર ના લોકો લાઈટ વગર હાડમારી ભોગવી રહ્યા હતા. લોકોની હાડમારી દૂર કરવા માટે વોર્ડ નં.1 ના એડવોકેટ અને કોર્પોરેટર નુરમામદ પલેજા એ લોકો ના આ પ્રશ્ર્નને લઈને જામનગરના પી.જી.વી.સી.એલ.ના સુપરિટેન્ડેન્ટ કેતન પરીખ તેમજ જામનગર શહેરના પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર દોશી, બેડેશ્ર્વર પી.જી.વી.સી.એલના ઇજનેર પરમાર, નાયબ ઇજનેર જાડેજા, નાયબ ઇજનેર ત્રિવેદી વિગેરેને લેખિતમાં રજૂઆતો કરી અને અધિકારીઓને વિસ્તારના લોકોને સાથે રાખી ને અવારનવાર રૂબરૂ માં રજૂઆતો કરી હતી.

અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લઇ લોકોની તકલીફને દયાને લઈ લાઈટના પ્રશ્ર્ને સકારામક વલણ અપનાવી નવા વીજવાયરો બદલવાની કામગીરી તેમજ નવા વિસ્તાર રઝાનગરમાં લાઈટ ની સગવડ માટે તાત્કાલિક નવા વીજપોલ ઊભા કરવાની કામગરી ચાલુ કરાવતા આ વિસ્તારના લોકોની લાંબા સમયની સમસ્યાનો અંત આવાથી લોકો એ આ વિસ્તારના કોર્પોરેટર નુરમામદ પલેજા અને પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular