જામનગરના ધુતારપરના ધુતારપુર ગામે જ ઠંડા પીણાની બોટલીંગનું કારખાનું ધરાવે છે અને જેના માટે પીજીવીસીએલ કાલાવડ (ઇસ્ટ) સબડિવિઝન પાસેથી પાંચ હોર્ષ પાવરનું વિજ કનેકશન પણ ધરાવે છે. અગાઉ ઠંડાપીણાની બોટલીંગ કાચમાં ઉત્પાદન કરતાં હોય પરંતુ હાલ કોવિડ-19ની સરકારી ગાઇડલાઇનોને અનુલક્ષીને કાચની બદલે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવા સૂચન હોવાથી ગોરધનભાઇ દદ્વારા પ્લાસ્ટિકની બોટલીંગનું પ્લાન્ટ માટે વધારે બે મશીન પણ વસાવેલ છે અને જેના માટે વધુ જગ્યાની જરુરીયાત રહેતા વધુ જગ્યા અલગ વસાવેલ હોય અને જુની જગ્યામાંથી નવી જગ્યામાં કનેકશન શિફટીંગ તથા લોડ વધારો કુલ 20 હોર્ષ પાવરનો માગવામાં આવ્યો હતો.
આ લોડ વધારાની રકમ ગોરધનભાઇ દ્વારા ભરપાઇ કરી આપવામાં આવતાં પીજીવીસીએલ દ્વારા ત્રણ-ત્રણ વખત સર્વે પણ કરવામાં આવ્યો હતો. પરંતુ યેનકેન પ્રકારે ગોરધનભાઇને માગ્યા મુજબનું કનેકશન શિફટીંગ કે લોડ વધારો પણ કરી આપવામાં આવતો ન હોય જેથી ગોરધનભાઇ દ્વારા પીજીવીસીએલમાં લેખિત વાંધા રજૂ કર્યા હતાં. જેના અનુસંધાને પીજીવીસીએલ દ્વારા એવો ઉડાઉ જવાબ આપવામાં આવેલો કે તમોના પાડોશીઓ દ્વારા કનેકશન નાખી આપવા માટે વાંધા લઇ રહ્યાં છે. જેથી તમોએ ભરેલ રકમ પરત લઇ જશો. તેવો ઉડાઉ જવાબ આપવામાં આવેલ જેથી ગોરધનભાઇ દ્વારા નાછૂટકે ગ્રાહક તકરાર નિવારણ કમિશન સબબ કનેકશન શિફટીંગ અને લોડ વધારો મેળવવા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સદરહુ ફરિયાદમાં આયોગ દ્વારા પીજીવીસીએલ, કાલાવડ (ઇસ્ટ) સબડિવિઝનને સમન્સ-નોટીસ ઇસ્યૂ કરી કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે. ફરિયાદી તરફે વકીલ યજ્ઞેશ એમ. પંડયા, મોનલ કે. ચાવડા તથા જુનિયર તીર્થ વાય. પંડયા રોકાયેલ છે.