મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે જૂગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા બાલુ રણછોડભાઈ ચૌહાણ, પરેશ ભીખુભાઈ પરમાર, મોહન માવજીભાઈ પરમાર અને રણમલ વશરામ વાઘેલા નામના ચાર શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 4150 નો મુદ્દામાલ કબજે કર્યો છે.