Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયરૂડકીમાં ધર્મ સંસદ બાદ હરિદ્વારમાં મહાપંચાયત પણ રોક લગાવાઇ

રૂડકીમાં ધર્મ સંસદ બાદ હરિદ્વારમાં મહાપંચાયત પણ રોક લગાવાઇ

સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ ઉત્તરાખંડ સરકાર એકશનમાં

- Advertisement -

રૂડકી ધર્મ સંસદ અટકાવાયા બાદ હવે હરિદ્વાર પ્રશાસને પણ પોતાના ત્યાં યોજાનારી મહાપંચાયત પર રોક લગાવી દીધી છે. હરિદ્વાર જિલ્લા પ્રશાસને મંગળવારે હિંદુ ધર્મગુરૂઓ દ્વારા એક મહાપંચાયતની ઘોષણા કરવામાં આવી ત્યારબાદ દાદા જલાલપુર ગામના 5 કિમીના ક્ષેત્રમાં કલમ 144 અંતર્ગત નિષેધાજ્ઞા લાગુ કરી દીધી હતી.

- Advertisement -

હરિદ્વારના જિલ્લાધિકારી વીએસ પાંડેયે જણાવ્યું કે, દાદા જલાલપુર અને આસપાસના 5 કિમી ક્ષેત્રમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તમામ કાર્યક્રમો પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. આ કાર્યક્રમ (મહાપંચાયત) માટે કોઈ મંજૂરી નહોતી લેવામાં આવી. ઉલ્લેખનિય છે કે, હરિદ્વારના ભગવાનપુર વિસ્તારમાં 16 એપ્રિલના રોજ એક ધાર્મિક સરઘસ યોજવામાં આવેલું તે દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે તે મામલે અનેક લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે આજે એટલે કે, બુધવારના રોજ ઉત્તરાખંડના રૂડકી ખાતે યોજાનારી ધર્મ સંસદ પર રોક લગાવી દીધી છે. આ સાથે જ ઉત્તરાખંડ પોલીસે રૂડકીમાં કલમ 144 પણ લાગુ કરી દીધી છે અને ધર્મ સંસદના આયોજકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જાણવા મળ્યા મુજબ કેટલાક આયોજકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ આ પગલું ભર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular