ગુજરાત સરકારનાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગર દ્વારા નાટક, નૃત્ય, ગાયન, વાદન, કઠપૂતળી, છબીકલા, લોક કલા, ચિત્રકલા, શિલ્પ, ગ્રાફિક્સ તેમજ લોક્શૈલીની પારંપરિક અને વારસાગત કલા ક્ષેત્રે કામ કરતા કલાકારો કે જેઓનું કલાક્ષેત્રે ઓછામાં ઓછું પાંચ વર્ષનું યોગદાન હોય તેઓ માટે ઓળખકાર્ડ કાઢી આપવામાં આવશે. આ ઓળખકાર્ડ મેળવવા માટેના અરજીફોર્મ તા.05/05/2022 સુધીમાં મેળવીને કચેરી સમય દરમ્યાન જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-4, રૂમ નં-42, રાજપાર્ક પાસે, જામનગર ખાતે પરત જમા કરવાના રહેશે.અરજીફોર્મ દીઠ રૂ.10/-શુલ્ક આપવાનું રહેશે.અરજીની સંખ્યા 100ની મર્યાદામાં સ્વીકારવાની હોવાથી વહેલા તે પહેલા ધોરણે લાયકાત ધરાવતા કલાકારો અરજી કરી શકશે.વધુ માહિતી માટે કચેરીના ફોન નં-0288-2571209 ઉપર સંપર્ક કરવાનો રહેશે.