જામનગરના જુના રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે કોલોનીના જુદા-જુદા ક્વાર્ટસ અંગે ઘનશ્યામ રધુવીર મંદિર હસ્તે હરસુખલાલ મોહનલાલ દ્વારા અદાલતમાં અસંખ્ય જુદા-જુદા કેસ કરી રેલવે ક્વાર્ટસવાળી જગ્યાઓનો ખાલી કબજો મેળવવા અંગે કરેલ અદાલતી કાર્યવાહીઓ પૈકીના લાલજી કરશન વાઘેલા સામેના કેસમાં અદાલતે ક્વાર્ટર ખાલી કરવાનો હુકમ થતાં વરસોથી કાયદેસરનો કબજો ધરાવતાં ક્વાર્ટર ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અલબત્ત લાલજી કરશનના ક્વાર્ટર ખાલી કરવાના હુકમની કાર્યવાહી સામે તે જ અદાલતે વકીલ તખ્તાણીની રજુઆતોના આધારે તા.ર6.4.ર0રર સુધીનો સ્ટે ઓર્ડર ફરમાવ્યા બાદ સ્થાનિક અદાલતના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ્ા િરવીઝન રજુ કરવામાં આવતા છ દાયકા ઉપરાંતથી ચાલતા કેસમાં રસપ્રદ વળાંક આવવા પામ્યો છે.
આ કેસની હકીક્ત એવી છે કે, ઘનશ્યામ રઘુવીર મંદિરના મેનેજર હરસુખલાલ મોહનદાસ દ્વારા સને-196રમાં યુનિયન ઓફ ઈન્ડિયા-રેલવે ડીપાર્ટમેન્ટ સામે જુના રેલવે સ્ટેશન નજીકના રેલવે ક્વાર્ટસવાળી એકર-8 અને 3ર ગુંઠાવાળી જગ્યા ઉપર સ્થિત રેલવે કોલોનીના ક્વાર્ટસ ખાલી કરવા અંગેની અદાલતી કાર્યવાહી જે-તે વખતે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ્ા પહોંચ્યા બાદ, વેસ્ટર્ન રેલવે સહિત ક્વાર્ટસના કબજેદારો વચ્ચે સને-1971માં સંમતિથી હુકમનામાઓ થયા હતાં.
ઘનશ્યામ રધુવીર મંદિર સાથેના સને-1971ના સમાધાન બાદ તેમની વરસો સુધીની નિષ્ક્રિયતા બાદ અચાનક સને-ર004માં ફરીથી અદાલતી કાર્યવાહીનો દોૈર શરૂ કરી તમામ ક્વાર્ટસ ખાલી કરાવવા ધરાયેલ પ્રક્રિયાઓ પૈકીના ક્વાર્ટર નં. એલ/પ1/એ કે જે રેલવેના પૂર્વ કર્મચારી લાલજી કરશનના કબજામાં હોય તે અંગેના કેસમાં જામનગરના એડીશ્નલ સિનીયર સિવીલ કોર્ટ દ્વારા મજકુર ક્વાર્ટર ખાલી કરાવવા અંગેની પ્રક્રિયાના ભાગરૂપે સીપીસી ઓર્ડર ર1, રૂ-3પ અન્વયે વોરંટ જારી કરી, કોર્ટ બેલીફને તે અંગે આગળની કાર્યવાહી કરવા હુકમ જારી કરેલ હોય, જે હુકમ સામે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ્ા કાનૂની કાર્યવાહી કરવા સબબ લાલજી કરશન તરફે નગરના જાણીતા એડવોકેટ મહેશ એ. તખ્તાણીએ વોરંટ જારી કરવાનો હુકમ કરનાર અદાલત સમક્ષ્ા કેસને પુન: બોર્ડ પર લેવા અંગેની ખાસ અરજી રજુ કરી હતી. હુકમની અમલવારી મોકુફ રાખવા અંગે સિવીલ પ્રોસિજર કોડ ઓર્ડર 41, રૂલ-પ(ર) લીમીટેશન એકટ આર્ટીકલ-116 અન્વયે કોર્ટે કરેલ હુકમને પડકારવાનો પક્ષ્ાકારને બંધારણીય હક્ક છે. તેવી કાનૂની રજુઆત આગળ ધરતાં ત્વરિત જ અદાલતે પોતે જ ક્વાર્ટર ખાલી કરાવવાની કાર્યવાહીના ભાગરૂપે જારી કરેલ વોરંટ કાઢવાનો હુકમ તા.ર6.4.ર0રર સુધી સ્થગિત/મોકુફ/સ્ટે કરવા અંગેનો ઓર્ડર જારી ર્ક્યા બાદ જામનગરની સ્થાનિક અદાલત દ્વારા થયેલ હુકમ સામે અનેકવિધ કાનૂની તથા હકીક્તના મુદ્ાઓ ઉપસ્થિત કરી ગુજરાતની વડી અદાલત સમક્ષ્ા િરવીઝન અરજી રજુ કરી છે. દરમ્યાન, સ્થાનિક અદાલત દ્વારા ક્વાર્ટરનો કબ્જો સોંપી આપવાની કાર્યવાહીના કામે તે જ અદાલતે ‘સ્ટે ઓર્ડર’ જારી ર્ક્યા બાદ તા. ર6.4.ર0રરના રોજથી વિશેષ તા. 30.પ.ર0રર સુધી દસ હજાર રૂપિયા કોર્ટમાં જમા કરાવવા તથા હાઈકોર્ટમાંથી ‘સ્ટે’નો હુકમ મેળવવાના સૂચન સાથે ‘સ્ટે ઓર્ડર’ લંબાવી આપ્યો છે.
અત્યંત રસપ્રદ અને અનેકવિધ કાનૂની મુદાઓ સાથે સંકળાયેલા એવા આ કેસમાં ગુજરાતની વડી અદાલત સમક્ષ્ા લાલજી કરશન તરફે જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી તથા સુકુમાર તીર્થાણી રોકાયા હતાં. જયારે સ્થાનીક અદાલત સમક્ષ્ા ના ‘સ્ટે ઓર્ડર’ની કાર્યવાહીમાં પણ મહેશ એ. તખ્તાણી એન્ડ એસોસિએટ્સ, જીતેશ એમ. મહેતા સાથે ટ્રેઈની નેહાબેન મંગે, શિવાની જોષી, મનિષા માતંગ, મુર્તુઝા મોદી તથા સંજના એમ. તખ્તાણી રોકાયા હતા.