ગરમી વધવાની સાથે જ વીજળીની માગ પણ વધી રહી છે. બીજી તરફ તેની ઉપલબ્ધતામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે વીજ સંકટ ઘેરુ બની રહ્યું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઝારખંડ સહીત દેશના અનેક રાજ્યોમાં વીજળી સંકટને જોતા વીજ કાપ શરૂ થઈ ગયો છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલી થઈ રહી છે. સૌથી વધારે વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં કોલસાનો સ્ટોક પણ જરૂરતના પ્રમાણમાં માત્ર 26% જ બચ્યો છે. જેના કારણે વીજ સંકટ વધુ ઘેરું બનવાનો જોખમ વધી ગયો છે.
યુપીની વાત કરીએ તો વીજળી સંકટની વચ્ચે પ્રદેશના થર્મલ પાવર સ્ટેશનોની પાસે માત્ર એક ચતુર્થાંશ કોલસો જ બચ્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આકરી ગરમીને કારણે વીજળીની માંગ વધી ગઈ છે. એપ્રિલ મહિનામાં વાજળીની માગ 38 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. રાજ્ય સરકારની માલિકીની યુપી સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કોર્પોરેશન પાસે કોલસાના સ્ટોકમાંથી માત્ર 26 ટકા જ બચ્યો છે.
મળતી માહિતી પ્રમાણે યુપીના અનપરા થર્મલ પાવર પ્રોજેક્ટની ક્ષમતા 2630 મોગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની છે. સામાન્ય રૂપે ત્યાં 17 દિવસનો કોલસો સ્ટોક રહે છે. હરદુઆગંજમાં 1265 મેગાવોટ, ઓબરામાં 1094 મેગાવોટ અને પરિછામાં 1140 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. ધોરણો અનુસાર 26 દિવસ માટે કોલસાનો સ્ટોક હોવો જોઈએ પણ તેટલો સ્ટોક નથી રહ્યો. અનપરામાં 5 લાખ 96 હજાર 700 ટન કોલસાનો સ્ટોક રહેવો જોઈએ પરંતુ ત્યાં 3 લાખ 28 હજાર 100 ટન કોલસો જ સ્ટોકમાં છે.
હરદુઆગંજમાં પણ 4 લાખ 97 હજાર ટનના બદલે 65 હજાર 700 ટન કોલસો બચ્યો છે. ઓબરામાં 4 લાખ 45 હજાર 800 ટનના બદલે 1 લાખ 500 ટન કોલસોજ સ્ટોકમાં છે. પરિછામાં 4 લાખ 30 હજાર 800 ટનના બદલે 12 હજાર 900 ટન કોલસો જ ઉપલબ્ધ છે. બધા થર્મલ પાવર
યુપીના લલિતપુરમાં આવેલ બજાજ પાવર પ્લાન્ટમાં ત્રણ એકમોમાંથી 1980 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે. ધારાધોરણો પ્રમાણે પાવર પ્લાન્ટમાં 29 દિવસનો કોલસો સ્ટોકમાં હોવો જોઈએ પરંતુ અહીં માત્ર 4 દિવસનો જ સ્ટોક બચ્યો છે. ઉર્જા પ્રદેશ તરીકે ઓળખાતા ઉત્તરાખંડમાં પણ વીજળીની અછત વધી ગઈ છે. રાજ્યને 15 મિલિયન યુનિટની સામે માંડ 5 મિલિયન યુનિટ વીજળી મળી રહી છે. આવી સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારમાં વીજકાપ ચાલું છે. વીજળી સંકટને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓની સાથે 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી. મહારાષ્ટ્રને 25 હજાર મોગાવોટ વીજળીની જરૂરત સામે રાજ્યને 21થી 22 હજાર મેગાવોટ વીજળી જ મળી રહી છે. પંજાબમાં વીજળી સંકટને લઈને નવજોત સિંહ સિદ્ધુના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટની બહાર ધરણા કર્યા હતા. ઝારખંડ વિદ્યુત નિગમ લિમિટેડે વીજળી સંકટને ધ્યાનમાં રાખી અપીલ કરી છે કે, સાંજે 7થી 11 વાગ્યે રાત સુધી લોકો અઈ સહીત વધારે વીજળી ખર્ચ થતી ઈલેક્ટ્રીક વસ્તુઓ ન ચલાવવી.