છેલ્લા કેટલાય વર્ષોથી અધ્યાપકોની કાયમી જગ્યાઓ નહીં ભરાઈ રહી હોવાથી CCC પરીક્ષામાં ફરજિયાત નિયમોને લઇને રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા અવારનવાર આ અંગે મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે આજે રોજ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના પરિણામે ત્રણ હજારથી વધુ અધ્યાપકોને ફાયદો થશે.
ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં અધ્યાપકોના પડતર માગણી મુદ્દે પર ચર્ચા કરવામાં આવી હતી. કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ પર આચાર્યની ભરતી કરવામાં આવશે. તેમજ 2016થી બંધ CAS સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવશે. અને CCC પરીક્ષામાં ફરજિયાત નિયમો દુર કરવામાં આવશે. તેમજ નિવૃત થતાં અધ્યાપકોને સાતમાં પગારપંચનો લાભ આપવામાં આવશે તેમ જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે. અને અધ્યાપકોની મોટા ભાગની માંગણીઓનો ઉકેલ આવ્યો છે તેમ પણ શિક્ષણમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.