Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક હાપા રોડ પર રીક્ષાએ ઠોકરે ચડાવતા મહિલાનું મોત

જામનગર નજીક હાપા રોડ પર રીક્ષાએ ઠોકરે ચડાવતા મહિલાનું મોત

કામ બાબતની પૂછપરછ કરી પરત આવતા સમયે અકસ્માત : સીએનજી રીક્ષાચાલક વિરુધ્ધ ગુનો નોંધ કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના હાપા ગામના મુખ્ય માર્ગ પર ચાલીને આવતા મહિલાને પૂરઝડપે બેફીકરાઈથી આવતી સીએનજી રીક્ષાના ચાલકે હડફેટે લઇ પછાડી દેતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મહિલાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વિકટોરિયા પુલ પાસે આવેલા ભારતવાસ શેરી નં.5 માં રહેતા મીનાબેન પરમાર નામના મહિલા મંગળવારે સાંજના સમયે તેની બહેન કમળાબેન સાથે હાપા-જામનગર રોડ પર આવેલા શો-રૂમમાં કામ બાબતે પૂછપરછ કરવા ગયા હતાં અને ત્યાંથી ચાલીને પરત આવતા હતાં ત્યારે ધોરીમાર્ગ પર પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-36-યુ-1426 નંબરી સીએનજી રીક્ષાના ચાલક મીનાબેનને ઠોકર મારી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં મીનાબેન લલિતભાઈ પરમાર (ઉ.વ.45) નામના મહિલાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની બહેન કમળાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.કે. રાઠોડ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular