પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ત્રણ ચીની નાગરિકો છે. પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે કરાચી યુનિવર્સિટીની બહાર પાર્ક કરેલી વેનમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે વાહનમાં આગ લાગી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં દેખાય રહ્યું છે કે મહિલા બુરખામાં ઉભી છે અને વાન તેની નજીક આવતા જ વિસ્ફોટ થાય છે.
#Pakistan #karachiuniversityblast #CCTV #Breakingnews #Khabargujarat
પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીના પરિસરમાં વિસ્ફોટ
3 ચીની નાગરિક સહિત 5ના મોત pic.twitter.com/8QDuUwRdpn
— Khabar Gujarat (@khabargujarat) April 26, 2022
કરાચી યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટની બહાર બુરખો પહેરેલી મહિલા ઊભી હતી, જેણે ચીનના શિક્ષકની વાન નજીક આવી ત્યારે પોતાની જાતને ઉડાવી દીધી. જેમાં 3 ચીનના લોકો સહીત 5 લોકોના મૃત્યુ નીપજ્યા છે. બલૂચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી સ્વીકારી છે, જે વિદ્રોહી જૂથ અને પાકિસ્તાન સરકાર પર અત્યાચારનો આરોપ લગાવી રહી છે. આ પહેલા પણ બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાનમાં હુમલા કરી ચૂકી છે. આ હુમલાએ પાકિસ્તાન અને ચીનના સંબંધો પર પણ સવાલો ઉભા કર્યા છે. પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર આ ચોથી વખત હુમલો થયો છે. આ સિવાય છેલ્લા એક વર્ષમાં આ ત્રીજો હુમલો છે.