સુમેર સ્પોર્ટ્સ કલબ પ્રાયોજિત અને જામનગર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસો.નાં સહયોગ દ્વારા આગામી તા. 1-5-22 થી 31-5-22 સુધી 8 થી 17 વર્ષની ઉંમરનાં ટેબલ ટેનિસ રમતમાં રસ ધરાવતા હોય અને શીખવા માંગતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
8-17 વર્ષની વય મર્યાદામાં આવતા દરેક બાળકો / ખેલાડીઓ આ કેમ્પ માં ભાગ લઇ શકે છે. કેમ્પ જામનગર ટેબલ ટેનીસ એસોશીએશન તથા સુમેર સ્પોર્ટસ ક્લબ ના સંયુક્ત ઉપક્રમે ક્લબ ખાતે યોજાશે. જે તારીખ 1 મે થી 31 મે સવારે 7-9 દરમ્યાન શહેરના જાણીતા ટી.ટી. પ્લેયર તથા રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાએ જામનગરનું પ્રતિનિધિત્વ કરી ચુકેલ કોચ દ્વારા કેંમ્પનું સંચાલન કરવામાં આવશે.
કોચ તરીકે જેડીટીટીએના સેક્રેટરી પ્રકાશ નંદા તથા કેતનભાઇ કનખરા સમગ્ર કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
પ્લેયર તથા બાળકોને આ કેમ્પમાં ભાગ લેવા સંસ્થાના મીડીયા ક્ધવીનર ઉદય કટારમલ દ્વારા અપીલ કરવામાં આવી છે. કેમ્પમાં ભાગ લેવા માટે https://forms.gle/QL14incTfLathCaw9 લીંક પર ક્લીક કરી ફોર્મ ભરવાનું રહેશે. ભાગ લેનાર પાર્ટીસીપન્ટસને નોમીનલ રજીસ્ટ્રેશન ફી (ફક્ત રૂા.200) દ્વારા કેમ્પમાં જોડાવાની તક આપવામાં આવી છે. સામાન્ય રીતે આવા કેમ્પ સમગ્ર ગુજરાતમાં યોજાતા હોય છે જે ની ફી રૂા.7000 થી રૂા.25000 રાખવામાં આવતી હોય છે. જેડીટીટીએના પ્રેસીડન્ટ વિક્રમભાઇ, વાઇસ પ્રેસીડન્ટ જયેશભાઇ, સુમેર ક્લબના સેક્રેટરી ધીરેન ગલૈયાનોના સક્રિય પ્રયાસો દ્વારા આ કેમ્પનું આયોજન શક્ય બન્યુ છે. ફોર્મ ભરવાની છેલ્લી તા. 29-4-22 સુધી રહેશે. વધારે જાણકારી માટે ઊર્મિલ શાહ 9426203738 તથા દિનેશ કનખરા 9824503334 નો સંપર્ક કરવો.