Tuesday, December 24, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્રમાં હજુ આટલા દિવસ હીટવેવની આગાહી

સૌરાષ્ટ્રમાં હજુ આટલા દિવસ હીટવેવની આગાહી

- Advertisement -

ગુજરાતમાં આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. માર્ચ મહિનાથી જ મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રી વટાવી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ત્રણ દિવસ એટેલે કે 29 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકો સવારથી જ આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે.

- Advertisement -

સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા જિલ્લામાં હિટવેવ રહેશે.  હિટવેવના કારણે 2 થી 3 ડીગ્રી તાપમાન વધી જશે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે.જામનગરમાં પણ આજે 37.5 ડીગ્રી તાપમાન નોંધાયું છે. બે દિવસમાં 40 ડીગ્રી વટાવી જાય તેવી શક્યતાઓ છે. હિટવેવથી બચવા માટે લોકોને અનિવાર્ય કામ સિવાય બહાર નહીં નીકળવા ઉપરાંત હળવા, ખૂલતાં, કોટનના લાઈટ કલરવાળા વસ્ત્રો પહેરવા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં અમુક શહેરોમાં સિવિય૨ હિટવેવ કન્ડીશનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર,  પો૨બંદ૨, જૂનાગઢ સહિતનાં શહેરોમાં મહતમ 42 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાશે.  કચ્છમાં સિવિય૨ હિટવેવ કન્ડીશન અંતર્ગત 44 ડિગ્રી ઉપ૨ તાપમાન નોંધાવાની શક્યતા છે.  દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યા બાદ ગઈકાલથી જ લોકો આકરા તપનો અનુભવ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular