જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.10,300 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુરમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન વિજય ગોવિંદ ઝીંઝુવાડિયા, કિશોર મુળજી પરમાર, ભાવેશ હંસરાજ સદાદીયા નામના ત્રણ શખ્સોને રૂા.10,300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા રમણિકભારથી મધુભારથી ગોસ્વામી નામના શખ્સને વર્લીના આંકડા લખેલી સ્લીપ અને રૂા.1100 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.