Friday, January 10, 2025
Homeરાજ્યજામજોધપુરના સોનવડિયામાં કેન્સરની બીમારીથી યુવાનનું મોત

જામજોધપુરના સોનવડિયામાં કેન્સરની બીમારીથી યુવાનનું મોત

એક વર્ષથી મોઢાનું કેન્સર : તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : જામવણથલીમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ

- Advertisement -

જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાનને એક વર્ષથી મોઢાનું કેન્સર થવાનું આ બીમારી સબબ તબિયત લથડતા હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતાં પ્રૌઢનું તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામમાં રહેતો અને મજૂરીકામ કરતો નિકુંજકુમાર દલસુખભાઈ કલોલા (ઉ.વ.36) નામના યુવાનને છેલ્લાં એક વર્ષથી મોઢાનું કેન્સર થયું હતું અને આ બીમારીની સારવાર ચાલુ હતી દરમિયાન દુ:ખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલે ખસેવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ધવલ દ્વારા જાણ કરાતા હેકો વી. પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતાં મનજીભાઈ મંગાભાઈ સોલંકી (ઉ.વ.57) નામમના પ્રૌઢને શુક્રવારે સવારના સમયે તેના ઘરે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર અશોકભાઈ દ્વારા જાણ કરાતા પંચ એ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular