શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર, નિયમાક રોજગાર અને તાલિમ ગાંધીનગર તથા ઔદ્યોગિક તાલિમ સંસ્થા જામનગર દ્વારા આજરોજ આઇટીઆઇ કેમ્પસ જામનગર ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજગાર વાંચ્છુકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં. આઇટીઆઇ ખાતે આયોજિત આ એપ્રેન્ટિસ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહી સ્થળ ઉપર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ભરતી મેળામાં ઉમેદવારો પોતાના શૈક્ષણિક અને અનુભવને લાયકાત તથા બાયોડેટા સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.