લાલપુર તાલુકાના કાનાલુસમાં આવેલી લેબર કોલોનીમાં રહેતાં મુળ બિહારના વતની યુવકે કોઇ કારણસર તેના રૂમ ઉપર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, બિહારના વૈશાલી જિલ્લાના ગોરાવલ થાનાના મખકમપુર ગામના વતની અને લાલપુર તાલુકાના કાનાલુસમાં આવેલ લેબર કોલોની 10 માં રૂમ નં.8 માં રહેતાં વિદ્યાર્થીકુમાર અવધેશ પાસવાન (ઉ.વ.22) નામના યુવકે મંગળવારે બપોરના સમયે તેના રૂમમાં કોઇ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની રત્નેશરામ દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.