Sunday, December 7, 2025
Homeરાજ્યગુજરાતઅમદાવાદ-લંડન વચ્ચે રૂા. 20 હજારમાં રિર્ટન ફલાઇટ શરૂ થશે

અમદાવાદ-લંડન વચ્ચે રૂા. 20 હજારમાં રિર્ટન ફલાઇટ શરૂ થશે

જામનગરના મુળ વતની સમગ્ર ઓપરેશન હેન્ડલ કરશે

આગામી ઓગસ્ટ માસથી અમદાવાદ-લંડન વચ્ચે માત્ર રૂા. 20 હજારમાં રિર્ટન ફલાઇટ શરૂ કરવામાં આવનાર છે. હાલમાં અમદાવાદ-લંડનની રિર્ટન ફલાાઇટનું ભાડુ રૂા. 40 હજારથી 1 લાખ જેટલું હોય, આ નવી ફલાઇટથી યુકેમાં વસતા ગુજરાતીઓ અને લંડન અવાર-નવાર પ્રવાસ કરતાં પ્રવાસીઓને રાહત મળશે.

- Advertisement -

યુકેમાં વસતા ગુજરાતીઓ અને અવાર-નવાર લંડનનો પ્રવાસ કરતાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. આગામી ઓગસ્ટ માસથી અમદાવાદ-લંડન માટે માત્ર રૂા. 20 હજારમાં રિર્ટન ફલાઇટ શરુ થનાર છે. ખાસ કરીને જામનગર માટે ગૌરવની વાત એ છે કે, આ ફલાઇટ શરુ કરવામાં જામનગરના મુળ વતની અને ગ્લોબલ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશનના વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્રસિંહ જાડેજાની મહત્વની ભૂમિકા છે. તેઓ એર લાઇનનું ઇન્ડિયાનું સમગ્ર ઓપરેશન હેન્ડલ કરે છે. આ એરલાઇન સ્ટાર્ટઅપને બ્રિટન સરકારનું 50 લાખ પાઉન્ડનું ફંડ પણ મળ્યું છે. અમદાવાદ અને ચંદીગઢ બાદ તબક્કાવાર કોચી-હૈદરાબાદ, ગોવા, કલકત્તાની ફલાઇટો પણ શરુ કરવામાં આવશે. આ ફલાઇટમાં ફર્સ્ટ કલાસ કે બિઝનેસ કલાસ નહીં હોય. તમામ પેસેન્જર માટે એક જ ઇકોનોમિ કલાસ રહેશે. જેથી ભાડુ ઓછું રહેશે અને ફર્સ્ટ કલાસ તથા બિઝનેસ કલાસના ખોટા ખર્ચ નહીં થાય. તેમજ મોટી ઓફિસો નહીં ખોલાઇ તમામ ઓપરેશન ઓનલાઇન અને ઓટોમેટેડ રહેશે જેથી સ્ટાફ ઉપર પણ ઓછો ખર્ચ રહેશે. સપ્તાહમાં ત્રણ નોનસ્ટોપ ફલાઇ શરુ કરવાનું આયોજન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular