જામજોધપુર તાલુકાના સતાપર ગામથી વાંસજાળિયા જવાના માર્ગ પરથી પસાર થતી કારને આંતરીને પોલીસે તલાસી લેતા તેમાંથી રૂા.27,000 ની કિંમતની દારૂની 54 બોટલ મળી આવતા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી 1.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સતાપર ગામથી વાંસજાળિયા તરફ જવાના માર્ગ પરથી પસાર થતી જીજે-18-એસી-1017 નંબરની હોન્ડાઈ કારને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.27,000 ની કિંમતની 54 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા કમલેશ જેતા ભારવડિયા, માંડા ચના મોરી, નાથા પીરા કોડિયાતર નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ 27 હજારનો દારૂ અને 1.50 લાખની કિંમતની કાર સહિત કુલ રૂા.1.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ત્રણેયની પૂછપરછ કરતા દારૂનો જથ્થો વાંસજાળિયા ગામના કાના વરજાંગ મોરી પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.