મુકેશ અંબાણીનો જન્મ તા. 19-04-1957 ના રોજ પિતા ધીરૂભાઇ અંબાણીના કુલદીપક પુત્ર રત્ન તરીકે અને માતા કોકિલાબેનની કૂખે થયો. ધીરૂભાઇ અંબાણીના અઘૂરા સ્વપ્નોની મંઝીલને સાકાર કરવા મુકેશભાઇ અંબાણીએ ભેખપૂર્વકના પરિશ્રમથી ધીરૂભાઇના સ્વપ્નોને ફળીભૂત કર્યા એટલું જ નહિ ગુ્રપનું નામ વિશ્વભરમાં ગુંજતું કર્યું છે. આજે વિશ્ર્વની પચાસ ધનાઢય વ્યકિતઓમાં રિલાયન્સ ગુ્રપના મુકેશભાઇ અંબાણીનો નંબર નામાંકિત થયો છે તે દેશના એક સર્વોચ્ચ ઉદ્યોગપતિ માટે ગૌરવપ્રદ સીમાચિન્હ ગણાય.રિલાયન્સ ગુ્રપે મુકેશભાઇ અંબાણીના નેજા હેઠળ હરણફાળ પ્રગતિ કરી છે અને વિકાસની ગાથાને આકાશની ક્ષિતિજ સુધી ધબકતી કરવા તેઓ ઘ્યેય શીલતાથી પ્રતિબઘ્ધ છે. એક ઔદ્યોગિક સંકુલના આવા રચનાત્મક સાહસિક, ક્રાંતિશીલ પ્રણેતા હોય ત્યાં અશકય શબ્દની તેઓના શબ્દકોષમાંથી હકાલપટ્ટી થયેલી હોય છે. ભારતના અર્થતંત્રમાં આ ગુ્રપના યોગદાનને શબ્દોથી બિરદાવવા શબ્દોનો ખજાનો પણ ખૂટી પડે. વિપુલ સંપતિના ધનકુબેર હોવા છતાં તેઓમાં અહમની એક લકીર પણ જોવા મળતી નથી. આવા ઉદ્યોગ શિરમોરની છત્રછાયા નીચે રિલાયન્સ કંપનીની વિકાસની પારાશીશીનું મુલ્યાંકન કરવું એ સૂરજ સામે દર્પણ ધરવા સમાન છે. આવા વિશાળ વિશ્વવ્યાપી ઉદ્યોગ ગૃહના સંચાલન માટે તેઓએ વ્યસાયિક તાંત્રિક તથા આર્થિક તજજ્ઞ દિગ્ગજોની મૂલ્યવર્ધિત સેવા પારાયણતાને સંતુલિત સંકલિત કરી છે. મુકેશભાઇ અંબાણીના નેજા હેઠળ રિલાયન્સે વિકાસના સોપાનો સાકાર કર્યા વિશ્વભરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના, સાફલ્યતાના ઘ્વજ લહેરાવ્યા, મુકેશભાઇ અંબાણી ગ્રુપ કંપનીના, વિકાસની ગાથાના ગુંજન સર્વત્ર ગુંજયા, ભારતના લોકો આ કંપનીની વિકાસની યાત્રામાં હર્ષભેર જોડાયા. રિલાયન્સ રિફાઇનરી પેટ્રોકેમીકલ ડીવીઝને, પેટ્રોલિયમના નવા ભંડારોના સ્ત્રોત શોધ્યા. રિલાયન્સના ઉર્જા મથકોએ ઉર્જા ઉત્પાદનના ધોધ વહાવ્યા. તેમના જન્મદિવસ નિમિત્તે ‘ખબર-ગુજરાત’ પરિવાર દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે.