Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવિડિયો : વડાપ્રધાન મોદીના આગમનને જામનગરવાસીઓ ઉમળકાભેર વધાવશે

વિડિયો : વડાપ્રધાન મોદીના આગમનને જામનગરવાસીઓ ઉમળકાભેર વધાવશે

- Advertisement -

મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ જુગનાથ, WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવોનું પણ અદકેરું સન્માન કરશે જામનગર : થાન, બાંટવા, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર સહિતની 19 રાસ મંડળીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી મહાનુભાવોને આવકારશે

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે મંગળવારે જામનગર નજીક ગોરધનપરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસનના શિલાન્યાસ કાર્યક્રમમાં આવનાર છે. વડાપ્રધાનના આગમનને જામનગરવાસીઓ ઉમળકાભેર વધાવશે. આ પ્રસંગે WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ જુગનાથ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. જામનગરના અતિથિ થનાર તમામ મહાનુભાવોનું જામનગરવાસીઓ અદકેરૂ સ્વાગત સન્માન કરશે. જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી આવનાર રાસ મંડળીઓ કાઠીયાવાડી લેહકા સાથે રાસની રમઝટ બોલાવશે. સુરેન્દ્રનગર, થાન, જૂનાગઢના બાટવા, પોરબંદર, ધ્રોલના લતીપર સહિતની 19 રાસ મંડળીના કલાકારો તેમની કૃતિ આગવા અંદાજમાં રજૂ કરશે.ઉપરાંત સીદસર, જામનગરના વિવિધ ગૃપ દ્વારા જામનગર ખાતે પધારનાર મહેમાનોના સ્વાગત માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. જામનગર-ગુજરાતને પરંપરાંગત ઔષધીઓ માટે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર વિશેષ ગૌરવ અપાવશે. તેનો જામનગરવાસીઓને વિશેષ ઉત્સાહ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular