Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબેટરી ચાર્જીગમાં હતી તે દરમિયાન શો રૂમમાં 17 ઇલેક્ટ્રિક સ્કુટરમાં આગ લાગી

બેટરી ચાર્જીગમાં હતી તે દરમિયાન શો રૂમમાં 17 ઇલેક્ટ્રિક સ્કુટરમાં આગ લાગી

- Advertisement -

ગરમીની સીઝન શરુ થતાની સાથે જ ઇલેક્ટ્રિક સ્કુટરોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ એક શો રૂમમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ચાર્જીગમાં હતી તે દરમિયાન સ્કુટરમાં આગ લાગી હતી અને ધીમે ધીમે આખો શો રૂમ આગની ચપેટમાં આવી ગયો હતો. અને 17 જેટલા ઇલેક્ટ્રિક સ્કુટરમાં આગ આગતા બળીને ખાખ થઇ ગયા હતા.

- Advertisement -

આ ઘટના તમિલનાડુની છે જેમાં પોરુર-કુંડારાતુરમાં સ્થિત ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી ઓકિનાવા ઓટોટેકના શોરૂમમાં આગ ફાટી નીકળી હતી. એક ગ્રાહકે તેની ઈ-બાઈકની બેટરી ચાર્જ પર મૂકી હતી, જેમાં થોડી જ વારમાં આગ લાગી હતી. જેમાં 5 નવા ઇલેક્ટ્રિક સ્કૂટર અને સર્વિસિંગ માટે આવેલા 12 જૂના ઇલેક્ટ્રિક સ્કૂટર બળીને ખાખ થઇ ગયા હતા. આગ લાગ્યા બાદ શોરૂમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા, જેને જોઈને લોકો ભયભીત થઈ ગયા હતા. અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ આખો શો રૂમ આગની ચપેટમાં આવી જતા મોટુ નુકશાન થયું છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઓકિનાવાએ તેના 3,215 પ્રેજ પ્રો સ્કૂટર્સને રિકોલ કર્યા છે. ઇલેક્ટ્રિક સ્કુટરોમાં આગ લાગવાની અમુક ઘટનાઓએ લઇને કંપનીએ સ્વેચ્છાએ ગ્રાહકો પાસેથી સ્કુટર પરત મંગાવ્યા હતા

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular