Monday, December 23, 2024
Homeરાજ્યવડાપ્રધાન આજે રાજ્યના શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે

વડાપ્રધાન આજે રાજ્યના શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે

દ્વારકા જિલ્લાના એક લાખ સહિત રાજ્યના બે કરોડ વિદ્યાર્થીઓ ઓનલાઇન જોડાશે

- Advertisement -

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદી આજે સાંજે 6થી 7 વાગ્યા દરમિયાન ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે સચિવ વિનોદ રાવ પણ જોડાશે. આ સાથે સમગ્ર રાજ્યના પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના છાત્રો, શિક્ષકો, વાલીઓ તેમજ આગેવાનો યુ-ટ્યુબ, બાયસેગ, વંદે ગુજરાત ચેનલ, દૂરદર્શન તથા અન્ય માધ્યમ મારફતે સામેલ થશે.

- Advertisement -

આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો વિગેરે જોડાશે અને આ સમગ્ર કાર્યક્રમને નિહાળશે. તે આંકડો સમગ્ર રાજ્યમાં બે કરોડ સુધી પહોંચવાની સંભાવના છે.

રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓ, રાષ્ટ્રીય નીતિ અન્વયે થયેલાં કાર્યો, સ્કૂલ ઓફ એક્સિલન્સ, ટેકનોલોજી તથા શિક્ષણ ક્ષેત્રે થયેલા કામો વિગેરે બાબતે વડાપ્રધાન નિરીક્ષણ કરશે. જેમાં બે કરોડ કેટલા વાગ્યે વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનોને તેઓ સંબોધન કરશે.

- Advertisement -

રાજ્યના 33 જિલ્લાઓમાં તથા સાત મહાનગર પાલિકામાં દરેક જગ્યાએ એક-એક સ્થળે સામૂહિક કાર્યક્રમ નિહાળવાનું આયોજન પણ થયુ છે. જેમાં આજે સાંજે છ વાગ્યે જોડાવવા શિક્ષણ વિભાગ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular