પૂર્વમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા આગામી તા. 1-5-2022થી પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાયાસાસને જામનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જામનગરના જામસાહેબ દ્વારા હકુભાને શુભેચ્છા પાઠવી છે. જેમાં જણાવ્યું છે કે, ‘પૂ. રમેશભાઇ ઓઝા જામનગરમાં કથા કરવાના છે. તે જાણીને હું બહુ જ રાજી થયો છું, જામનગર નસીબદાર છે અને મારી અપેક્ષા છે કે, જામનગરની જનતા આ કથાનો પુરો લાભ લેશે.’