Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ગરમીનો પ્રકોપ: 38 ડીગ્રી તાપમાનથી લોકો અકળાઈ ઉઠ્યા

જામનગરમાં ગરમીનો પ્રકોપ: 38 ડીગ્રી તાપમાનથી લોકો અકળાઈ ઉઠ્યા

- Advertisement -

સમગ્ર સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી શરુ થઇ ચૂકી છે. જામનગર જિલ્લામાં ચૈત્રી દૈનયા તપ્યા છે. અને કાળઝાળ ગરમી પડી રહી છે. સાથોસાથ બપોર દરમિયાન ગરમીનો પ્રકોપ વધી ગયો હોવાથી ગરમ લૂ પણ ફેંકાઇ રહી છે. જેને કારણે લોકો અકળાયા છે. જામનગરમાં સૂર્યનારાયણદેવના આકરા મીજાજને કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે. આકાશમાંથી અગનવર્ષા થતા લોકો તીવ્ર ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. મહત્તમ તાપમાન 38 ડીગ્રી સુધી પહોચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બપોરના સમયે લુ વર્ષાના કારણે શહેરના રાજમાર્ગો સુમસામ જોવા મળ્યા હતા.

- Advertisement -

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 23.5 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 38.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84 ટકા રહ્યું હતું. જેથી બફારાના કારણે લોકો તોબા પોકારી ગયા હતા.

સૂર્યદેવતા કોપાયમાન થઇ ગયા છે ત્યારે ગામડાના જનજીવનને ભારે અસર થઇ છે, લોકો ઠંડા પીણા તરફ વળ્યા છે, આઇસ્ક્રીમ, ગોલા, કુલ્ફી, શેરડીનો રસ અને અલગ પ્રકારના સરબતની માંગ વધી ગઇ છે, લોકોને પીવાના પાણીનો સોસ પડી રહ્યો છે, આકરા તાપને કારણે બપોરે રસ્તાઓ સુમસામ થઇ જાય છે અને લોકો ગરમીથી ભારે અકળાયા છે. બપોરના ખાનગી અને એસ.ટી. બસોમાં મુસાફરોની સંખ્યા ઘટી છે. બપોરે ૧૨ થી ૪ દરમ્યાન આકાશમાંથી રિતસર લૂ ઝરે છે અને આ આકરા તાપને કારણે લોકો ભારે પરેશાન થઇ ગયા છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular