પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્માન કાર્ડ વિતરણ કરવા માટેનો કેમ્પ જામનગર-78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નં. પ માં આશાપુરા સોસાયટીમાં નંદઘર ખાતે PMJAYના કાર્ડ તેમજ ઈ-શ્રમ યોજના કાર્ડ વિતરણનો કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
વર્તમાન સમયમાં દર્દીઓના પિરવારોને માંદગી સમયે આર્થિક મુશ્કેલી સામે નાણાકીય સુરક્ષા પુરી પાડી શકાશે તેવી યોજના એટલે PMJAY યોજના હેઠળ આયુષ્માન કાર્ડ ઘર-ઘર સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી યોજનાને જામનગર-78ના વિધાનસભાના મત વિસ્તારના લોકો સુધી પહોંચાડવા માટે વોર્ડ નં. પમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલ દ્વારા આરોગ્યલક્ષ્ાી સેવામાં આયુષ્માન કાર્ડને અસરકારક અમલી બનાવા અભિયાન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના સંયુક્ત ઉપક્રમે આયુષ્માન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પને ખુલ્લો મુક્તા ધારાસભ્ય હકુભાએ જણાવ્યું હતું કે, આ કાર્ડ દર્દીઓ માટે ખુબ જ આર્શિવાદ રૂપ બનશે તેમજ આ સાથે-સાથે ઈ-શ્રમ કાર્ડ પણ કાઢી આપવા માટેનો કેમ્પ જરૂરીયાતમંદ લાભાર્થીઓ માટે મહત્વનું છે. જેમાં માનવ જીવનને વિમાને આવરી લેવામાં આવે છે.
ઈ-શ્રમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ વિતરણ કેમ્પમાં વોર્ડનં.પમાં કોર્પોરેટર આશિષભાઈ જોષી, કિશનભાઈ માડમ, સરોજબેન વિરાણી, વોર્ડ પ્રમુખ દિપકભાઈ વાછાણી, વોર્ડ મહામંત્રી સુભાષભાઈ પરમાર, રાજદિપસિંહ જાડેજા, ડો.મધુભાઈ ગોંડલીયા, ભાજપ શહેર મંત્રી પરેશભાઈ દોમડીયા, અમરશીભાઈ વાલાણી, ભવ્યભાઈ જાની, નરેન્દ્રસિંહ ગોહિલ, ભાવીનભાઈ ભોજાણી(વકિલ), કિશોરસિંહ જાડેજા (મછલીવડ) તેમજ યુવાપાંખ અને મહિલા પાંખના આગેવાનો, કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો, વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.