જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતો યુવક બબરીયા સીમમાં આવેલી ખાણમાં ટ્રેકટર વડે ડટ કાઢવા જતો હતોે તે દરમિયાન ટ્રેકટર પલ્ટી જતાં અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામની બબરિયા સીમ વિસ્તારમાં રહેતો પાચા ગોગનભાઈ હુણ (ઉ.વ.21) નામનો યુવક શુક્રવારે સવારના સમયે તેનું ટ્રેકટર લઇ ખાણમાંથી ડટ કાઢવા ગયો હતો તે દરમિયાન કાચા રસ્તામાં ટ્રેકટર પરનો કાબુ ગુુમાવી દેતા પલ્ટી ખાઈ જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રેકટર ચાલક પાચાભાઈની શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જા થતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પિતા ગોગનભાઈના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.