જામનગરમાં દ્વારકા હાઇ-વે ઉપર આવેલ સમર્પણ હાઇ એન્ડ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે નવુ સીટી સ્કેન મશીન ફિલિપ્સ કંપનીનું (32 સ્લાઇસ) ખરીદ કરવામાં આવ્યું હતું. આ મશીન તા. 13 એપ્રિલથી કાર્યરત કરવામાં આવ્યું છે. જેની સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતાં દર્દીઓ તથા જામનગર શહેર જિલ્લાના સર્વે તબીબી અધિકારીઓને નોંધ લેવા હોસ્પિટલના ચીફ ટ્રસ્ટી ભાયાભાઇ કેશવાલાની યાદી જણાવે છે.