જામનગર શહેરના સેતાવાડ રોડ પર આવેલા એવળિયા મામાસાહેબના મંદિરની દાનપેટી તોડીને તેમાંથી રોકડની ચોરી થયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આ ચોરીના બનાવમાં બર્ધનચોકમાં રહેતાં એક શખ્સને ઝડપી લઇ રોકડ કબ્જે કરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સેતાવાડ રોડ પર આવેલા એવળિયા મામાસાહેબના મંદિરની દાનપેટી તોડીને તેમાંથી રોકડની ચોરી કરાયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોરી આચરનાર શખ્સ અંગે યોગેન્દ્રસિંહ સોઢા અને પ્રવિણ પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એસ.ચાવડા અને પીઆઈ એમ.જે. જલુના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા હેકો એન.કે. ઝાલા, મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, દેવાયત કાંબરિયા, પો.કો. પ્રવિણ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ સોઢા, સાજીદ બેલીમ, વિક્રમસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, મેહુલ વિસાણી સહિતના સ્ટાફે બર્ધન ચોકમાંથી જાકીરહુશેન ઉર્ફે બાપુ મહમદહુશેન કાદરી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી ચોરી કરાયેલી રૂા.900 ની રોકડ મળી આવતા પૂછપરછ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.