Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મંદિરમાં સફાઈ કરતા સમયે પટકાતા વૃદ્ધનું મોત

જામનગર શહેરમાં મંદિરમાં સફાઈ કરતા સમયે પટકાતા વૃદ્ધનું મોત

- Advertisement -

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા મયુર ટાઉનશીપમાં રહેતા વૃદ્ધ તેના ઘર નજીક હનુમાનજી મંદિરની સફાઈ કરતા હતાં ત્યારે નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા મયુરટાઉનશીપ-1 માં શેરી નં.6 માં રહેતાં બાબુગર લાલગર ગોસાઈ (ઉ.વ.62) નામના વૃદ્ધ ગુરૂવારે સવારના સમયે તેના ઘર નજીક આવેલા હનુમાનજી મંદિરે સાફ-સફાઈ કરતા હતાં તે દરમિયાન નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની ધર્મિષ્ઠાબેન દ્વારા જાણ કરાતા હેકો એમ.એમ. ગોગરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular