દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આશિયાવદર ગામમાં રહેતા પ્રૌઢ શખ્સને પોલીસે દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના આશીયાવદરનો ગામે રહેતા વિક્રમસિંહ ઉર્ફે બાબભા ગાગુભા જાડેજા નામના 53 વર્ષના ગરાસીયા પ્રૌઢને પોલીસે પાસ કરવાના વગરની એક હજારની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથિયાર ધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.