દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પાંચ હાટડી ચોક વિસ્તારમાં રહેતા શખ્સે એક સગીરાને કામના બહાને ઘરે બોલાવી અડપલા કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પાંચ હાટડી ચોક વિસ્તારમાં કંસારા શેરીની સામે રહેતા રાજેશ પબાભાઈ ધારાણી નામના શખ્સે આ વિસ્તારમાં એક પરિવારની સગીર વયની પુત્રીને કામના બહાને મકાનના ઉપરના માળે બોલાવી શારીરિક અડપલા કરતા આ સમગ્ર બનાવ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રાજેશ પબા ધારાણી સામે આઈ.પી.સી. કલમ 354 (ક) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.એન. ઠાકરિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.