દ્વારકા તાલુકાની એક સગીર વયની યુવતીને મેવાસા ગામે ત્રણેક માસ પૂર્વે એક શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજાર્યા બાદ આ સગીરાને ગર્ભ રહી જતાં આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણ અંગે સગીરાના પિતાએ દ્વારકા તાલુકાના મેવાસા ગામના સિદિયાભા રાણાભા સુમણીયા નામના શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે આજથી આશરે ત્રણેક માસ પૂર્વે મેવાસા ગામના વાડી વિસ્તારમાં ઉપરોક્ત દ્વારા ફરિયાદીની સગીર વયની પુત્રીની એકલતાનો ગેરલાભ લઇને બળજબરીપૂર્વક તેણીની સંમતિ વિના વારંવાર શરીર સંબંધ બાંધી અને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ કૃત્યથી સગીરાને ગર્ભ રહી ગયો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી સિદિયાભા રાણાભા સુમણીયા સામે દુષ્કર્મ તથા પોક્સો એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. પી.એ. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.