ગ્લોબલ વોર્મિંગને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી સરેરાશ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કુવૈત પૃથ્વી પરનું સૌથી ધગધગતું સ્થાન બન્યું છે. વર્ષ 2021માં કુવૈતના નુવાઇસીસ જિલ્લાની ઓળખ પૃથ્વીના સૌથી ગરમ સ્થળ તરીકે થઇ છે. વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિબટયુટના રિપોર્ટ અનુસાર ગત વર્ષ 22 જૂન અહીં ગરમીનો પારો 53.2 ડિગ્રી માપવામાં આવ્યો હતો. જે વિશ્ર્વનો સર્વાધિક તાપમાન હતું. જીવલેણ ગરમીથી બચવા માટે કુવૈત કાર્બન ઉત્સર્જનમાં કપાતની યોજના બનાવી રહ્યું છે. 2035 સુધીમાં તેમાં 7.4 ટકાનો ઘટાડો કરવાનું લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યું છે. 1980 બાદ પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.1 ડિગ્રી વધ્યું છે.