જામનગર શહેરમાં પ્રદર્શન મેદાનની સામે જાહેરમાં એકી બેકીનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.10,300 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ડીસીસી સ્કૂલ ગેઈટ પાસે પ્રદર્શન મેદાન સામે જાહેર રોડ પર ચલણી નોટોના આંકડાઓ ઉપર એકી બેકીનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન સાજીદ અહેમદ બ્લોચ, દિનેશ દામજી રાંદલપરા, ઉમેદ નાથુ રાઠોડ નામના ત્રણ શખ્સોને રૂા.10,300 ની રોકડ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.