ખંભાળિયાના હરસિદ્ધિનગર વિસ્તારમાં રહેતા હમીર સામતભાઈ ધારાણી નામના 55 વર્ષના ગઢવી પ્રૌઢને પોલીસે સલાયા ફાટક નજીકથી કેફી પીણું પીધેલી હાલતમાં લાયસન્સ વગર ડિસ્કવર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.
જ્યારે મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા ધાંધાભા ઊર્ફે ધોની થાર્યાભા કેર નામના 42 ના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં રૂા.20 હજારની કિંમતના જીજે-10-બીક્યુ-9515 નંબરના મોટરસાયકલ પર નીકળતા પોલીસે ઝડપી લીધો હતો.