જામનગરમાં રહેતા રોહિતસિંહ પૃથ્વીસિંહ વાળા પાસેથી જામનગર હેડ પોસ્ટઓફિસમાં નોકરી કરતા ડીલેવરી પોસ્ટમેન ઈકબાલભાઈ કાસમભાઈ પટ્ટાએ અંગત જરૂરીયાત માટે રૂા 25,000 હાથ ઉછીના મેળવ્યા હતાં. જે રકમની ચુક્વણી કરવા ઈકબાલભાઈ કાસમભાઈ પટ્ટાએ રૂા રપ,000નો યુકો બેંક, બર્ધનચોક શાખા જામનગરનો તા. 11/12/2019નો ચેક જે ચેકની મુદતે આરોપી ઈકબાલભાઈ કાસમભાઈ પટટાના ખાતામાં ફંડ ઈન્સફીસીયટના કારણે રીટર્ન થયો હતો. જેથી ફિરયાદી રોહિતસિંહ પથ્ૃ વીસિંહ વાળાએ તેના વકીલ મારફત આરોપીને લીગલ નોટીસ રર્જીસ્ટર મોકલી હતી. જે નોટીસ ધોરણસર બજી જવા છતાં રકમ નહી ચુક્વતા ફિરયાદીએ જામનગરની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈસ્ટુમેન્ટ એકટ કલમ-138 હેઠળ ફિરયાદ દાખલ કરેલ જે કેસ જામનગર કોર્ટમાં ચાલી જતા આઠ એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સી.કે. પીપલીયાએ કોર્ટમાં રજુ થયેલ મૈાખિક તથા લેખીત દસ્તાવેજી પુરાવો તથા ફિરયાદીના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલ વિસ્તૃત દલીલ ગ્રાહ્ય રાખીને આરોપી ઈકબાલ કાસમ પટ્ટાને છ માસની સજા તથા ચેકની રકમ રૂા. 25,000નો દંડ કરી આ રકમ ફિરયાદીને વળતર સ્વરૂપે ચુક્વવાનો હુકમ કર્યો હતો અને જો આરોપીઓએ દંડની રકમ ચુક્વી આપવામાં ક્સુર કરે તો આરોપીઓને વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. ફિરયાદી તરફે વકીલ તરીકે અશ્ર્વિન કે બારડ રોકાયેલ હતા.