આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં કોણાર્ક એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી લગભગ 6 લોકોના મોત થયા છે. પોલીસે પણ 6ના મોતની પુષ્ટિ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો ગુવાહાટી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો હતા. બટુવા ગામમાં કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે ટ્રેન ઉભી રહી જતાં આ લોકો બાજુના રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા. આ દરમિયાન કોણાર્ક એક્સપ્રેસ ટ્રેન વિરુદ્ધ દિશામાંથી આવી હતી અને આ 6 લોકોને કચડીને કચડી નાખતા તમામના મોત થયા છે. દુર્ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે.
#AndhraPradesh #accident #trainaccident #CCTV #khabargujarat
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં મોટી દુર્ઘટના
ટ્રેનની ચપેટમાં આવતા 6 મુસાફરોના મોત
ટેકનિકલ સમસ્યાના કારણે ટ્રેન ઉભી રહી જતાં લોકો બાજુના રેલવે ટ્રેક પર ઉતર્યા,સામેથી આવી રહેલી ટ્રેને લોકોને કચડી નાખતા દુર્ઘટના pic.twitter.com/JOgU8KQkJu
— Khabar Gujarat (@khabargujarat) April 12, 2022
આ ઘટના જી સિગદામ અને ચીપુરપલ્લી રેલવે સ્ટેશનો વચ્ચે રાત્રે લગભગ 9 વાગ્યે બની હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગન મોહન રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જિલ્લા સત્તાવાળાઓને રાહત કાર્ય શરૂ કરવા અને ઘાયલોને યોગ્ય તબીબી સુવિધા આપવા જણાવ્યું છે. તેમણે અધિકારીઓને ઘાયલોની સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા જણાવ્યું છે.