જોડિયા તાલુકાના તારાણા અને દુધઇ ગામ વચ્ચે નવા બનતા પુલની સાઈટ પરથી અજાણ્યા તસ્કરો રૂા.48 હજારની કિંમતનો ભંગારનો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના તારાણા-દુધઇ ગામ વચ્ચે બનતા પુલની સાઈટ પરથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો સેન્ટીંગનો સામાન, સી ચેનલ, જેક, ટાય રોડ, કટપીસ સ્ટીલ બાર સહિતનો રૂા.48 હજારની કિંમતનો 1200 કિલો લોખંડનો ભંગાર રવિવારની રાત્રિના ચોરી કરી ગયા હતાં. બીજે દિવસે ડીબીએલ કંપનીના કર્મચારી લોકનાથસિંઘ ચૌહાણ નામના પ્રૌઢે આ અંગેની જાણ કરી હતી. જેના આધારે એએસઆઇ પી.ડી. જરૂ તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.