ભાણવરથી આશરે સોળ કિલોમીટર દૂર કલ્યાણપુર ગામે આવેલી પ્રાથમિક શાળા આગળની ગલીમાં બેસી અને જુગારની મોજ માણી રહેલા ભુપત નારણભાઈ ચાવડા, રામદે વીરાભાઈ પરમાર, રણમલ વીરાભાઈ કેસરિયા, કારા માંડાભાઈ ચાવડા, રાજુ ઉર્ફે ભાવુ દેવરખીભાઈ કરમુર અને બાબુ પુનાભાઈ કરમુર નામના છ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂા.12,150 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.