ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા હંસરાજભાઈ ઘેલાભાઈ લધા નામના 38 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનને તેના મોબાઈલ ઉપર વોટ્સએપમાં રાખેલા સ્ટેટસ બાબતે 90236 35153 નંબરના એક મોબાઈલ ફોન ધારકે ફોનમાં કોમેન્ટ કરતા ફરિયાદી હંસરાજભાઈએ તેને ફોન કરીને સમજાવેલ કે આ સ્ટેટસ ફક્ત અમારા સમાજ માટેનું છે. તેમ કહેતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત મોબાઈલ નંબર વાળા શખ્સે તેને ફોનમાં બીભત્સ ગાળો આપ્યાની તેમજ બાબા સાહેબને પણ ફોનમાં બેફામ ગાળો કાઢી, ‘તારૂં મર્ડર કરી નાખીશ’- તે પ્રકારની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસ મથકમાં 90236 35153 નંબરના મોબાઈલ ધારક સામે આઈ.પી.સી. કલમ 504 તથા 507 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.