Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયATM માંથી પૈસા ઉપડતા પહેલા આ નવા નિયમો વાંચી લેજો

ATM માંથી પૈસા ઉપડતા પહેલા આ નવા નિયમો વાંચી લેજો

- Advertisement -

SBI તેના ગ્રાહકો માટે નવી સ્કીમ લાવી છે. છેતરપિંડીથી બચવા માટે SBIએ પોતાના ATM ગ્રાહકોને જરૂરી સલાહ આપી છે. સાથે જ SBI ATMમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ઓટીપી દાખલ કરવું ફરજિયાત બની ગયું છે. હવે ગ્રાહકો OTP દાખલ કર્યા વિના રોકડ ઉપાડી શકશે નહીં. રોકડ ઉપાડવા માટે, તમે OTP દાખલ કરો પછી જ ATMમાંથી રોકડ ઉપડી શકશે.

- Advertisement -

બેંકે જાણકારી પણ આપી છે કે, એસબીઆઈ એટીએમમાં લેણદેણ માટે ઓટીપીનો નવો નિયમ ઠગાબાજ સામે એક શ્રેષ્ઠ ઉપાય છે.છેતરપિંડીથી તમારું રક્ષણ કરવું એ હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા રહેશે. SBIના ગ્રાહકોએ OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેની જાણ હોવી જોઈએ.

ATM માંથી પૈસા ઉપાડવાની આ છે પ્રક્રિયા

- Advertisement -

SBI ATMમાંથી રોકડ ઉપાડવા માટે તમારે OTPની જરૂર પડશે. આ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. આ OTP ચાર અંકનો નંબર હશે જે ગ્રાહકને એક જ વ્યવહાર માટે મળશે.

એકવાર તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરી લો, પછી તમને ATM સ્ક્રીન પર OTP દાખલ કરવા માટે કહેવામાં આવશે.

- Advertisement -

તમારે રોકડ ઉપાડ માટે આ સ્ક્રીનમાં બેંકમાં નોંધાયેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP એન્ટર કરવો પડશે.

ઓટીપી એન્ટર કર્યા પછી જ તમે રૂપિયા ઉપાડી શકશો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular