Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બોલેરોએ હડફેટે લેતા મોટરસાઈકલ સવારનું મોત

જામનગર શહેરમાં બોલેરોએ હડફેટે લેતા મોટરસાઈકલ સવારનું મોત

સાત રસ્તાથી ગુરૂદ્વારા ચોકડી તરફ આવતા સમયે અકસ્માત : નાશી ગયેલા બોલેરો પીક-અપ વાહનની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરના રામેશ્ર્વરનગરમાં વિકાસ ગૃહ પાસે રહેતો મૂળ ભાણવડ તાલુકાના કપુરડીનેશ ગામનો યુવાન શનિવારે રાત્રિના સમયે ગુરૂદ્વારા ચોકડી તરફ જતો હતો ત્યારે પૂરઝડપે આવતા અજાણ્યા બોલેરો પીક-અપ વાહને હડફેટે લેતા અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, મૂળ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડીનેશ ગામનો વતની અને હાલ રામેશ્ર્વરનગર વિકાસ ગૃહ રોડ પર રહેતા રાહુલ વીરાભાઈ મોરી નામનો યુવક ગત તા.9 ના શનિવારે રાત્રિના 9:15 વાગ્યાના અરસામાં તેના એકસેસ મોટરસાઈકલ પર સાત રસ્તા સર્કલથી ગુરૂદ્વારા ચોકડી તરફ જવાના માર્ગ પરથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે-બેફીકરાઈથી આવતા અજાણ્યા બોલેરો પીક-અપ વાહનના ચાલકે એકસેસને હડફેટે લેતા અકસ્માતમાં યુવકનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ પલકવારમાં વાહનચાલક નાશી ગયો હતો. ત્યારબાદ લોકો એકઠાં થઈ જતાં પોલીસને જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ એસ.એમ. રાદડિયા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી જઈ મૃતકના ભાઈ ભરતના નિવેદનના આધારે વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular