જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં પટેલ ચોકમાં બાઈક સાઈડમાં પાર્ક કરવાનું કહેતા ચાર શખ્સોએ યુવાનને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી દુકાનનો સામાન વેર-વિખેર કરી નાખ્યો હતો.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ પાસે રહેતાં અને દરેડ જીઆઈડીસીમાં દુકાન ધરાવતા વિવેક ધનસુખભાઈ કનખરા નામના યુવાનની દુકાનની સામે બાઈક પાર્ક કરતા હબીબ સુમરાને બાઈક સાઈડમાં પાર્ક કરવાનું કહેતા ઉશ્કેરાયેલા હબીબ સુમરા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એક સંપ કરી દુકાનદાર વેપારીને અપશબ્દો બોલી સ્પ્રીંગ વડે માર માર્યો હતો અને દુકાનમાંથી વેપારીને બહાર ખેંચી ઢીકાપાટુનો માર મારી દુકાનનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ અંગેની જાણ કરતા પોલીસે વેપારીના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.