જામનગરમાં કાલાવડનાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે જાહેરમાં મોબાઇલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે રૂા.16,200 ની રોકડ સહીત કુલ રૂપિયા 21,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ 2 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી એકની અટક કરી અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
જામનગરના કાલાવડનાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રોયલ ચેલેન્જ બેંગ્લોર અને મુંબઇ ઈન્ડિયન્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર મોબાઇલ દ્વારા પૈસાની હારજીત કરાતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મુકેશ કારાભાઈ નકુમ નામના શખ્સને ઝડપી લઇ તેના કબ્જામાંથી 5 હજારની કિંમતનો મોબાઇલ અને 16,200 ની રોકડ મળી કુલ રૂા.21,200 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં કપાત લેનાર બુકી મો.7069558163 નંબર ધારક બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.